Search This Website

Sunday 14 May 2023

Mocha Cyclone Live 2023:

 

Mocha Cyclone Live 2023 વિશેના અગત્યના ન્યૂઝ

મોચા ને લઈ ફરી એકવાર મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ વાવાઝોડા વિશે વાત કરવામાં તો ભારતીય હવામાન વિભાગ (IMD) એ સૂચન આપ્યું છે કે, વાવાઝોડું મોચા આ જ વીકમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશા રાજ્ય માં આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગે આ રીતે પણ જણાવ્યું છે કે, વાવાઝોડના windનો વિસ્તાર દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને તેના આજુ બાજુના વિસ્તાર દક્ષિણ આંદામાન સમુદ્ર પર બનેલો છે. Cyclone ‘Mocha’ વર્ષ 2023નું પ્રથમ ચક્રવાતી તોફાન મે માસમાં આવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

મોચા વાવાઝોડું વિશે શું છે હવામાન વિભાગની આગાહિ ?

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 9 મે ના રોજ વાવાઝોડાના ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની શકયતા છે. 10 મેના રોજ મોચા વાવાઝોડું દક્ષિણપૂર્વ બંગાળની ખાડી, બંગાળની પૂર્વ મધ્ય ખાડી અને આંદામાન સાગરની આજુ બાજુ ના વિસ્તારોમાં એક ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કરી શકે છે. જેના કારણે 12 મે સુધી મોટાભાગના વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડશે. તો 9 થી 11 મે દરમિયાન દરિયાકાંઠા અને સરહદી વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. આ દરમિયાન 70-80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. અને બંગાળ અને ઓડિશા બંને રાજ્યમાં આ વાવાઝોડાને લઈને એલર્ટ આપવામા આવ્યું છે..



Mocha Cyclone Live 2023: આવી રહ્યુ છે મોચા વાવાઝોડું, હવામાન વિભાગે કરી મોટી આગાહી

મોચા વાવાઝોડું ની અસર ક્યા થશે ?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળમાં સર્જાયેલ દબાણ ક્ષેત્ર ચક્રવાતી તોફાન બની રહ્યું છે. 12 મેની બપોર સુધીમાં તે ખૂબ જ ખતરનાક વાવાઝોડામાં ફેરવાઈ જશે. એવું માનવામાં આવે છે કે ચક્રવાત 14 મેની સવારે બાંગ્લાદેશના કોક્સ બજાર અને મ્યાનમારના કુકપ્યુ સાથે ટકરાઈ શકે છે.

દરિયાકાંઠે અથડાતી વખતે મોચાની ઝડપ 130 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. જો કે પશ્ચિમ બંગાળ પર તેની અસર હજુ સ્પષ્ટ નથી. પરંતુ બંગાળ સરકારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. સ્થાનિક વહીવટીતંત્રને તાત્કાલિક જરૂરી વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે. જે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં સક્રિય બની છે.

વાવાઝોડું નું નામ મોચા કોને આપીયું અને કઇ રીતે પડયુ ?

વિશ્વ હવામાન સંસ્થા (WMO) અને યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક (ESCAP) દ્વારા સાયક્લોન અંગે નામકરણ પદ્ધતિ અપનાવવામાં આવેલી છે. નામકરણ પદ્ધતિ હેઠળ ઓફીસીયલ રીતે પુષ્ટિ કરવામાં આવે તો ચક્રવાતનું નામ “મોચા’ હશે. Cyclone ‘Mocha’ યમને આ ચક્રવાતનું નામ આપ્યુ છે જે લાલ સમુદ્રના કિનારે આવેલા બંદર શહેર ‘મોચા’ના નામ પરથી સૂચવ્યું હતું.

મોચા વાવાઝોડું જુઓ ક્યાં પહોચ્યું

ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુરુવારે જણાવ્યું કે બંગાળની ખાડીમાંથી ફૂંકાઈ રહેલું વાવાઝોડું ખતરનાક સ્વરૂપ લઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ મધ્ય બંગાળની ખાડીમાં આજે મધ્યરાત્રિ સુધીમાં તે તીવ્ર વાવાઝોડામાં પરિવર્તિત થવાની આશંકા છે. આ કિસ્સામાં, હવામાન આગાહી એજન્સીએ ટ્વિટ કર્યું છે કે ચક્રવાતી તોફાન સવારે 8.30 વાગ્યે પોર્ટ બ્લેરથી 510 કિમી દક્ષિણ પશ્ચિમમાં હતું. આ વાવાઝોડું આજે રાત્રે ગંભીર ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કરે તેવી શક્યતા છે.

ચક્રવાતી તોફાન ‘મોચા’, જેને ‘મોખા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે રવિવાર સુધીમાં બાંગ્લાદેશ-મ્યાનમાર બોર્ડર પર દસ્તક આપે તેવી શક્યતા છે. તે જ સમયે, ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ એક નિવેદન જારી કરીને કહ્યું કે તેના એકમો હાઇ એલર્ટ પર છે. ચક્રવાતની સંભવિતતાને ઘટાડવા માટે, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો સાંજે પશ્ચિમ બંગાળના દિઘા પહોંચી હતી.

ક્યારે ટકરાશે મોચા વાવાઝોડું ?

ભારતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળમાં સર્જાયેલ દબાણ ક્ષેત્ર ચક્રવાતી તોફાન બની રહ્યું છે. 12 મેની બપોર સુધીમાં તે ખૂબ જ ખતરનાક વાવાઝોડામાં ફેરવાઈ જશે. એવું માનવામાં આવે છે કે વાવાઝોડું 14 મેની સવારે બાંગ્લાદેશના કોક્સ બજાર અને મ્યાનમારના કુકપ્યુ સાથે ટકરાઈ શકે છે.

અગત્યની લિંક

વાવાઝોડાનું સ્ટેટસ જોવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક

લેખન સંપાદન : Ehubcentre ટીમ ગુજરાતનું પ્રાઇવેટ એજ્યુકેશન અને ન્યૂઝ ઇન્ફોર્મેશન પોર્ટલ છે. આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી આપતુ નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો


No comments:

Post a Comment