Search This Website

Tuesday 1 November 2022

જોડણીના નિયમો – ભાગ 1 to 4

 

જોડણીના નિયમો – ભાગ 1 to 4

Gujaratilexicon

જોડણીના નિયમો – ભાગ 1 to 4


  • જોડણીના નિયમોમાં અપવાદો તો  હોવાના જ. એ કારણે એ નિયમોની ઉપેક્ષા કરવી યોગ્ય નથી.
  • જોડણીના નિયમો જાણવા અને સમજવા માટે પ્રથમ તો નીચેના શબ્દોથી પરિચિત થવાની જરૂર છે.

સ્વર

અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, એ, ઐ, ઓ, ઔ, ઋ આટલા સ્વરો છે.

વ્યંજન

  • જે અક્ષરનો ઉચ્ચાર સ્વરની મદદ વિના ન થઈ શકે તે અક્ષર વ્યંજન કહેવાય છે.
  • વ્યંજનમાં સ્વર ભળે ત્યારે જે તેનો સ્પષ્ટ ઉચ્ચાર થઈ શકે છે.

જેમ કે,

ક્+અ = ક; ખ્+અ = ખ;  ચ્+ઇ = ચિ વગેરે

તત્સમ

  • બીજી ભાષાઓના જે શબ્દો તેના મૂળ રૂપે જ ગુજરાતીમાં ભાષામાં ઊતરી આવ્યા હોય તેને તત્સમ કહેવામાં આવે છે.

તત્ એટલે ‘તેના’  (મૂળ ભાષામાં), સમ એટલે ‘સરખા’-જેવા.

તદ્ભવ

  • સંસ્કૃત ભાષામાંથી વિકાસ પામીને (રૂપમાં ફેરફાર થઈને) આવેલા શબ્દોને તદ્ભવ કહેવામાં આવે છે. (‘તત્સમ’ થી ઊલટું એટલે તદ્ભવ)

અલ્પપ્રાણ

  • જેનો ઉચ્ચાર કરતાં થોડો શ્વાસ (દમ) જોઈએ, તેવા અક્ષરને અલ્પપ્રાણ કહે છે.

ક, ચ, ટ, ત, પ, ગ, જ, ડ, દ, બ, ઙ, ગ, ણ, ન, મ, ય, ર, લ, વ, આ અક્ષરો ‘અલ્પપ્રાણ’ કહેવાય છે.

મહાપ્રાણ

  • જેનો ઉચ્ચાર કરતાં વધારે શ્વાસ(દમ)ની જરૂર પડે તેને ‘મહાપ્રાણ’ કહેવામાં આવે છે.

ખ, છ, ઠ, થ, ફ, ઘ, ઝ, ઢ, ધ, ભ, શ, ષ, સ, હ આ અક્ષરો મહાપ્રાણ કહેવાય છે.

ધાતુ

  • ક્રિયાપદનું મૂળ રૂપ.

ઉપસર્ગ

  • ધાતુઓ કે ધાતુથી બનેલા નામોની આગળ જોડાતો તથા તેમના મૂળ અર્થમાં પરિવર્તન કે વિશેષતા લાવતો શબ્દ કે અવ્યય-તે ‘ઉપસર્ગ’ કહેવાય છે.

પ્ર ,પરા, અપ, સમ, નિ, અવ, અનુ, નિર, દૂર, વિ, આ, અધિ, અપિ, સુ, ઉત, પરિ, પ્રતિ, અભિ, અતિ, ઉપ આ વીસ ‘ઉપસર્ગો’ છે.

પૂર્વગ

  • કેટલાંક અવ્યય નામની ધાતુની કે ધાતુથી નિષ્પન્ન શબ્દની પૂર્વે (પહેલાં) આવે છે તે ‘પૂર્વગ’ કહેવાય  છે.

અ કે અન્ આવિસ્, શ્રત્, તિરસ્, કુ, અમા

આ સંસ્કૃત પૂર્વગો છે.

કમ, ખૂબ, ગેર, ના, બર, બિન, બે, લા, સર, હર

આ ફારસી અને અરબી પૂર્વગો છે.

આ ચાર શબ્દો

(૧) ઉપાંત્ય : શબ્દની છેડેનો જે અક્ષર હોય તેની પહેલાંનો અક્ષર ‘ઉપાંત્ય’ કહેવાય છે.

(૨) અત્યાંક્ષર : શબ્દનો છેલ્લો અક્ષર ‘અંત્યાક્ષર’ કહેવાય છે.

(૩) પ્રત્યય : શબ્દની છેડે લગાડાતો અક્ષર કે શબ્દ

(૪) વ્યંજનાન્ત : છેડે વ્યંજનવાળું

Source :  Book Name : સાચી જોડણી, સાચા શબ્દો (પેજ નં. ૧૪૧, ૧૪૨)

Author Name : શાંતિલાલ શાહ (દામકાકર)

Publisher : સાહિત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત


આનિર્ભાવ, ચિરકાલ, બિનમાહિતગાર, બિનસલામત વગેરેની જોડણીમાં ભૂલ થશે નહિ.

(૪)

હ્સ્વ ‘ઉ’ વાળા પૂર્વગો

કુ, ખુશ, વગેરે

યાદ રાખવાથી-

કુકર્મ, કુપુત્ર, કુવાક્ય, ખુશખબર, ખુશમિજાજ જેવા શબ્દોની જોડણીમાં ભૂલ થશે નહિ

(૫)

શબ્દને છેડે અનીય, ઈન, ઈય, કીય હોય તો દીર્ઘ ‘ઈ’ આવે છે.

અનીય : અવર્ણનીય આદરણીય મનનીય પૂજનીય વંદનીય વગેરે.

ઈન : અર્વાચીન કુલીન ગ્રામીણ નવીન પ્રાચીન વિલીન વગેરે

ઈય : જાતીય માનનીય પક્ષીય પંચવર્ષીય ભારતીય વગેરે

કીય : પ્રજાકીય રાજકેય વૈદ્યકીય વગેરે

પવાદ : ‘મલિન’ માં હ્સ્વ ‘ઇ’ છે. ‘રાષ્ટ્રીય-રાષ્ટ્રિય’ બંને લખાય છે. ‘અક્રિય’, ‘સક્રિય’માં તો હ્સ્વ ‘ઇ’ મૂળમાં જ છે.

‘અંકિત’ શબ્દમાં મૂળ હ્સ્વ ‘ઇ’ હોઈ ‘આજ્ઞાંકિત’, ‘ સ્નેહાંકિત’ એમ જ રહેશે.

‘આધીન’માં મૂળ દીર્ઘ ‘ઈ’ હોવાથી ‘ઈશ્વરાધીન’, ‘ પરાધીન’,  ‘સ્વાધીન’ વગેરે શબ્દોમાં દીર્ઘ ઈ જ રહે છે.

(૬)

‘ઇન્દ્ર’માં ‘ઇ’ હ્સ્વ છે. સંધિના નિયમાનુસાર જ્યાં જોડાય ત્યાં દીર્ઘ ‘ઈ’ થાય છે

જેમ કે,

કવીન્દ્ર, રવીન્દ્ર, જ્યોતીન્દ્ર વગેરે

‘ઈશ’ માં તો દીર્ઘ ‘ઈ’ છે જ. એટલે

ગિરીશ, જગદીશ,  હરીશ એમ જોડણી થશે.

અપવાદ : ‘અહર્નિશ’ અને ‘શિરીષ’

(૭)

સંસ્કૃત ધાતુ ઉપરથી બનેલા નારી જાતિના શબ્દોમાં હ્સ્વ ‘ઇ’

અનુકૃતિ, અનુભૂતિ, આપત્તિ, ઉન્નતિ, પ્રતીતિ, સ્વીકૃતિ વગેરે.

(૮)

હ્સ્વ ‘તિ’ વાળા શબ્દો :

કાંતિ, કીર્તિ, ગતિ, નીતિ, મતિ, પ્રકૃતિ વગેરે

(૯)

દીર્ઘ ‘તી‘ વાળા શબ્દો :

ઇન્દુમતી, કલાવતી, કુદરતી, ખૂબસૂરતી, જયંતી, માહિતી, બહુમતી, યુવતી, શ્રીમતી વગેરે.

(‘માલતિ’ અને ‘માલતી‘ બંને લખાય છે.)

(૧૦)

શબ્દને છેડે ‘ટિ’ અને ‘નિ’ આવે ત્યાં ‘ઇ’ હ્સ્વ :

દૃષ્ટિ, પુષ્ટિ, વિષ્ટિ, અગ્નિ, ગ્લાનિ, હાનિ વગેરે.

(૧૧)

જેને છેડે ‘ઇ’ની આવે ત્યાં ઉપાન્ત્ય હ્સ્વ ‘ઇ’ :

તપસ્વિની, તારિણી, મંદાકિની, વિદ્યાર્થીની, વિરહિણી વગેરે.

(૧૨)

શબ્દને અંતે ‘ઇકા’ હોય તો ઉપાન્ત્ય હ્સ્વ ‘ઇ’

અનુક્રમણિકા, અંબિકા, ચંડાલિકા, માર્ગદર્શિકા, લેખિકા વગેરે

(૧૩)

શબ્દને છેડે ઇક :

આંતરિક, ઐતિહાસિક, કાલિક, નૈતિક, માંગલિક, ભૌગોલિક, વાર્ષિક વગેરે.

આંધિક, આંશિક, ક્રમિક, રસિક જેવા ત્રણ અક્ષરોની શબ્દોની જોડણીમાં પણ ‘ઇ’ હ્સ્વ.

અપવાદ : ‘પ્રતીક’ અને ‘રમણીક’ માં ‘ઈ’ દીર્ઘ છે.

Source :  Book Name : સાચી જોડણી, સાચા શબ્દો (પેજ નં. ૧૪૩, ૧૪૪, ૧૪૫)

Author Name : શાંતિલાલ શાહ (દામકાકર)

Publisher : સાહિત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત



No comments:

Post a Comment