Search This Website

Thursday 24 August 2023

રાજ્યના યુવાનો માટે આનંદના સમાચાર, કરાશે નવી ૩૦૭૭ તલાટીની ભરતી , જાણો ક્યારે આવશે ભરતી




રાજ્યના યુવાનો માટે આનંદના સમાચાર, કરાશે નવી ૩૦૭૭ તલાટીની ભરતી , જાણો ક્યારે આવશે ભરતી








રાજ્યના તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ મહત્વનો નિર્ણય સામે આવે છે રાજ્યના તૈયારી કરતા ઉમેદવારો આ જાણીને ખૂબ જ આનંદનો અનુભવ કરશે રાજ્યમાં 3077 જેટલી તલાટી ની નવી ભરતી કરવામાં આવશે ભૂપેન્દ્ર પટેલ દ્વારા યુવાનો માટે નવો મોટું નિર્ણય લેવામાં આવે છે મુખ્યમંત્રી કક્ષાએથી સૈદ્ધાંતિક મજૂરી મંજૂરી અપાઈ ગયા છે ટૂંક સમયમાં સત્તાવાર વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત કરવામાં આવશે.




પોલીસ વિભાગમાં પણ મોટાપાયે ભરતી આવશે :

રાજ્યમાં જ્યારથી ની પ્રક્રિયાઓ હસમુખ પટેલ સાહેબને સોંપવામાં આવી છે ત્યારથી કોઈ પણ પેપર લીક થવાની ઘટના કે પેપર ફૂટવાની ઘટના સામે આવી નથી હસમુખ પટેલને નવા પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ગુજરાત સરકારે નવા પોલીસ ભરતી બોર્ડની રચના કરી છે, ત્યારે હસમુખ પટેલ નવા પોલીસ ભરતી બોર્ડના પ્રથમ અધ્યક્ષ બન્યા છે. આ ભરતી બોર્ડ ટૂંક સમયમાં પીએસઆઇ અને એલઆરડીની પરીક્ષા યોજશે.

છેલ્લે, હસમુખ પટેલનું પેપર લીક થયું ન હોવાના કારણે તલાટી, LRDની પરીક્ષામાં કોઈ પણ સમસ્યા ન આવી છે. લોકો સામાન્ય રીતે હસમુખ પટેલને એવા વ્યક્તિ તરીકે માને છે જે પ્રમાણિક છે અને પોતાનું કામ સારી રીતે કરે છે. જેઓ પરીક્ષા આપી રહ્યા છે તેઓ હસમુખ પટેલ પર ઘણો વિશ્વાસ કરે છે. તેમજ સીઆઈડી ક્રાઈમમાં કામ કરતા પી.વી.રાઠોડ પોલીસ ભરતી બોર્ડમાં જોડાયા છે. એવું લાગે છે કે સરકાર ટૂંક સમયમાં PSI અને LRD હોદ્દા પર જોડાવાની તકો જાહેર કરશે.

No comments:

Post a Comment