Search This Website

Saturday 15 July 2023

Balvrund: બાલવૃંદ સમિતિની રચના & પ્રવૃત્તિ ફાઈલ ધોરણ 3 થી 8

 

Balvrund: બાલવૃંદ સમિતિની રચના & પ્રવૃત્તિ ફાઈલ ધોરણ 3 થી 8


Balvrund: બાલવૃંદ સમિતિની રચના & પ્રવૃત્તિ ફાઈલ ધોરણ 3 થી 8

વિષય: શાળાઓમાં બાલવૃંદની રચના કરી પ્રવૃત્તિઓનું આયોજન કરવા બાબત. સંદર્ભ: શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક: જશભ/1222/10/ન,તા.12/10/2022


Topics
• ધોરણ 3 થી 12માં બાલવૃંદની રચના
• બાલવૃંદની સમજ
• Peer Learning એટલે શું?
• બાલવૃંદ સમિતિની રચના & પ્રવૃત્તિ
• Balvrund Rachana File PDF
• બાલવૃંદ પ્રવૃત્તિ ફાઈલ PDF
• બાલવૃંદ કમિટી Activity - પ્રાથમિક શાળા
• અગત્યની લિંક્સ

BALVRUND PRAVRUTI RACHANA STD 3 TO 8 - NIPUN BHARAT

સવિનય ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક: જશભ/1222/10/ન, તા.12/10/2022 અન્વયે બાલવૃંદની રચના કરવાની થાય છે. જેની રચના કરવા તમામ શાળાઓને જાણ કરવા જણાવવામાં આવેલ છે.

બાલવૃંદ (Balvrund) ની રચના કેવી રીતે કરવી, જુઓ ગાઇડલાઈન


નમસ્કાર મિત્રો બાલવૃંદ રચના 2022 શિક્ષણ વિભાગનો બાળકોની શૈક્ષણિક સિદ્ધિમાં વધારો કરવા વધુ એક મહત્વનો નિર્ણય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં અપેક્ષિત Peer Learning ને વેગ આપવા માટે રાજ્યની દરેક શાળાઓમાં ધોરણ 3 થી 12 માં બાલવૃંદની રચના કરવાનો નિર્ણય લેવાયો

દરેક શાળામાં બાલવૃંદ અંતર્ગત ચાર જૂથ હશે જેમાં કોઈપણ જાતના ભેદભાવ વગર બાળકોને ચાર જૂથમાં વિભાજીત કરવામાં આવશે.

ધો. 3થી 12માં બાલવૃંદ રચના
બાલવૃંદ અંતર્ગત પાયાગત વાચન, લેખન, ગણન તેમજ સામયિક મૂલ્યાંકન કસોટીઓની પૂર્વ તૈયારી, વિષયવસ્તુ આધારિત ક્વીઝ વગેરે જેવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવશે.

બાલવૃંદના માધ્યમથી પ્રાર્થનાસભા, વિશેષ દિન અને તહેવારની ઉજવણી, રમતગમત વગેરે જેવી સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવશે.

બાલવૃંદની સમજ
બાલવૃંદને લીધે શાળાકીય પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓની સહભાગિતા વધારી શિક્ષકોનું કાર્ય સરળ બનાવશે અને વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, જૂથ ભાવના, જવાબદારીની ભાવના, આત્મ વિશ્વાસ વગેરે જેવાં અનેક કૌશલ્યો ખીલવી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરશે.

Peer Learning એટલે શું?

પીઅર લર્નિંગ એ વિદ્યાર્થીઓની એકબીજા સાથે અને તેમની પાસેથી શીખવાની પ્રક્રિયા છે. સામાન્ય રીતે શિક્ષણ અને શીખવાની પ્રવૃત્તિઓ જેમ કે વિદ્યાર્થીઓની આગેવાની હેઠળની વર્કશોપ, અભ્યાસ જૂથો, પીઅર-ટુ-પીઅર લર્નિંગની ભાગીદારી અને જૂથ કાર્યના માધ્યમથી સુવિધા આપવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, પીઅર-ટુ-પીઅર લર્નિંગ ત્યારે થાય છે જ્યારે એક અથવા વધુ વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓને શીખવે છે.


Balvrund: બાલવૃંદ સમિતિની રચના & પ્રવૃત્તિ ધોરણ 3 થી 8
  • ઉક્ત ઠરાવમાં દર્શાવેલ પદ્ધતિ મુજબ ચાલુ વર્ષના દ્વિતિય સત્રની શરૂઆતથી જ બાલવૃંદની રચના કરવાની રહેશે.
  • બાલવૃંદમાં ધોરણ ૩ થી 8ના સપ્રમાણ વિદ્યાર્થીઓ રાખવા.
  • બાલવૃંદમાં દરેક ધોરણ-વર્ગના તમામ પ્રકારના વિદ્યાર્થીઓને આવરી લેતાં જૂથ તૈયાર કરવાનાં રહેશે.
  • જેમકે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ, વિવિધ રસ-રૂચિ ધરાવતાં વિદ્યાર્થીઓ, વિશિષ્ટ જરૂરિયાત ધરાવતાં વિદ્યાર્થીઓ, રમતગમત અને કલામાં સારું પ્રદર્શન કરતાં વિદ્યાર્થીઓ-સૌને સમાન રીતે દરેક જૂથમાં વહેંચવા.
  • શાળામાં પણ એજ રીતે જે તે ધોરણનાં તમામ ચાર જૂથોનાં વિદ્યાર્થીઓને ભેગા કરી શાળાના બાલવૃંદનાં કુલ ચાર જૂથ તૈયાર કરવાના રહેશે
  • દરેક ધોરણનાં ચારેય જુથનાં નામ સમાન રાખવાં
  • એક ગાળામાં ધોરણ 3 થી 8 ના કુલ 200 વિદ્યાર્થીઓ છે. તો દરેક જૂથમાં 50-50 વિદ્યાર્થી આવે તેનું ધ્યાન રાખવું.
  • શાળાના બધાં જ બાળકોનો સમાવેશ કરવો.
  • છોકરા અને છોકરીઓનું પ્રમાણ સરખું રહે તે રીતે જૂથની રચના કરવી.
  • એક વર્ગમાં 4 વિદ્યાર્થીઓ રમતમાં રસ ધરાવતાં હોય તો દરેક જૂથમાં એક વિદ્યાર્થી આવે તેનું ધ્યાન રાખવું.
  • વિશિષ્ટ જરૂરિયાત ધરાવતાં બાળકીનો પણ જૂથમાં સમાવેશ કરવો. એક
  • જૂથનું નામ શિક્ષક વિદ્યાર્થી તેમજ આચાર્ય સાથે મળીને નક્કી કરવું.
  • સમગ્ર વર્ષ દરમિયાન બાલવૃંદની કરવાની થતી સહશૈક્ષણિક પ્રવૃત્તિઓનું કેલેન્ડર તૈયાર કરવું.
  • બી આર સી કો.ઓડીનેટર્સે પોતાના કાર્યક્ષેત્રની તમામ શાળાઓમાં બાલવૃંદની રચના કરવામાં આવી હોવાની ખાત્રી કરી તેના રીપોર્ટની જાણ બીઆરસીને કરવાની રહેશે.
  • બીઆરસી કો.ઓર્ડીનેટર્સ જિલ્લા કક્ષાએ ડાયટ અને જિલ્લા પોજેક્ટ કો-ઓર્ડીનેટર્સને જાણ કરવાની રહેશે.
  • શાળાના આચાર્યશ્રીએ, શિક્ષકોની સાથે મળીને સ્થાનિક પર્યાવરણને ધ્યાનમાં રાખી તેમજ ઠરાવમાં દર્શાવેલી પ્રવૃત્તિઓને પૂરતો ન્યાય મળે તે રીતે વર્ષ દરમિયાન કરવાની પ્રવૃત્તિઓનું કેલેન્ડર/આયોજન તૈયાર કરવાનું રહેશે.
  • આયોજનમાં જણાવેલી પ્રવૃત્તિઓ વર્ષ દરમિયાન થાય તે માટે આચાર્યશ્રી તેમજ શિક્ષકોએ પૂરતી કાળજી લેવાની રહેશે.
  • બાલવૃંદની રચના કર્યા બાદ તમામ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના માધ્યમથી હાથ ધરવામાં આવે તે મુજબ વ્યવસ્થા ગોઠવવી જેથી વિદ્યાર્થીઓમાં નેતૃત્વનું કૌશલ્ય વિકસે.
  • શિક્ષણ વિભાગના ઠરાવમાં દર્શાવ્યા મુજબની કાર્યપદ્ધતિ મુજબ અમલવારી કરવાની રહેશે.

Balvrund Rachana File PDF


ક્રમાંક સીઇઆરટી P&M/બાલવૃંદ 2022 ગુજરાતીક્ષણિકસંશોધનઅનેતાલીમપરિષદ વિધાભવન, સેક્ટર-૧૨, ગાંધીનગર 

ફોન નિયામક:(079) 23256808-39 નિયામક((જ) 23253818 સચિવ (079) 23256817

ફેક્સ (079) 23256812

બાલવૃંદ પ્રવૃત્તિ ફાઈલ PDF


પાયાની સાક્ષરતા અને એક જ્ઞાન

Balvrund for Peer learning Primary school

અગત્યની લિંક્સ

બાલવૃંદ કમિટી Activity - પ્રાથમિક શાળા

No comments:

Post a Comment