Search This Website

Friday 3 February 2023

વાચન ક્ષમતા સુધારણા કાર્યક્રમ સબંધિત સંશોધન માટે કરવાની થતી કામગીરી બાબત.




વાચન ક્ષમતા સુધારણા કાર્યક્રમ સબંધિત સંશોધન માટે કરવાની થતી કામગીરી બાબત.










વાચન ક્ષમતા સુધારણા કાર્યક્રમ સબંધિત સંશોધન માટે કરવાની થતી કામગીરી બાબત.
















વાચન ક્ષમતા સુધારણા કાર્યક્રમ સબંધિત સંશોધન માટે કરવાની થતી કામગીરી બાબત.







જયભારત સહ ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, જીસીઈઆરટીના એન્યુઅલ વર્કપ્લાન એન્ડ બજેટ ,૨૦૨૨-૨૩ મુજબ મેજર રીસર્ચ અંતર્ગત જિલ્લા કક્ષાએથી ત્રણ સંશોધન હાથ ધરવાના થાય છે, જે માટેની જિલ્લા દીઠ રૂા.15000/- ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. જે મુજબ વાચન ક્ષમતા સુધારણા કાર્યક્રમની સંરચના અને અસરકારકતા પર સંશોધન કાર્ય હાથ ધરવાના થાય છે. આ કાર્યક્રમની સોફ્ટ કોપી અત્રેથી તા. ૦૭-૦૨-૨રનાં રોજ મોકલવામાં આવશે. જેની જરૂરી સંખ્યામાં નિયમોનુસાર નકલો કરાવીને સબંધિતને તા.૦૮-૦૨-૨૨નાં રોજ આપવાની રહેશે.




સદર કાર્યક્રમના અમલીકરણ માટે ડાયટ કક્ષાએથી નીચે મુજબની પુર્વતૈયારી અને કામગીરી સત્વરે કરશો. -સદર કાર્યક્રમના અમલીકરણ માટે ફિલ્ડ ઈન્વેસ્ટીગેટર તરીકે સબંધિત શાળાના શિક્ષકની મુખ્ય કામગીરી રહેશે. ડાયટ વ્યાખ્યાતાએ માર્ગદર્શન અને મોનીટરીંગની ભૂમિકા નિભાવવાની રહેશે. સદર કાર્યક્રમ માટે ડાયટ પ્રાચાર્યશ્રીએ વ્યાખ્યાતાઓને સદર સંશોધનો સબંધિત કામગીરી માટેની શાળાઓ ફાળવવાની રહેશે. સદર સંશોધન માટે આપની કક્ષાએથી નીચે મુજબ આયોજન કરશો.

- ત્રણ પ્રકારના સંશોધન અહેવાલ જિલ્લાદીઠ તૈયાર થશે. જે માટે સંશોધન દીઠ રૂા.પાંચ હજારની મર્યાદા મુજબ જિલ્લા દીઠ ત્રણ સંશોધનો તૈયાર કરવાના થાય. થાય. જે મુજબ નિયમોનુસાર કુલ પંદર હજારની મર્યાદામાં જિલ્લા દીઠ ત્રણ સંશોધન અહેવાલ તૈયાર કરવાના થાય.




રાજ્યના તમામ જિલ્લાઓમાં પસંદિત શાળાઓમાં ધોરણ ત્રણ થી આઠમાં સદર કાર્યક્રમનું અમલીકરણ કરી સંશોધનકાર્ય હાથ ધરવાનું થાય. જે મુજબ ડાયટ કક્ષાએથી આપના ડાયટ સબંધિત જિલ્લા/જિલ્લાઓની જિલ્લા દીઠ ત્રીસ શાળાઓની પસંદગી કરવાની રહેશે, જેમાંથી દસ શાળાઓમાં Prog- 1. દસ શાળાઓમાં Prog-2 અને દસ શાળાઓમાં Prog-3 નું અમલીકરણ કરવાનું રહેશે. જે મુજબ

શાળાઓની પસંદગી કરવી. સદર કાર્યક્રમનું જે શાળામાં અમલીકરણ કરવાનું છે તે શાળામાં સંશોધનની need મુજબ વિદ્યાર્થીઓની પસંદગી કરવાની રહેશે. જે અત્રેથી આપવામાં આવનાર સૂચના મુજબ Base line FLN data ના આધારે ડાયટ વ્યાખ્યાતાએ જ કરવાની રહેશે.

સદર કાર્યક્રમના અમલીકરણ દરમ્યાન ડાયટ પ્રાચાર્યશ્રીના આયોજન મુજબ સબંધિત ડાયટ વ્યાખ્યાતાએ પસંદ થયેલ દરેક શાળામાં મહત્તમ ત્રણ વખત મોનીટરીંગ અને માર્ગદર્શન માટે જવાનું રહેશે.




એક દિવસમાં ત્રણ શાળાઓમાં મોનીટરીંગ અને માર્ગદર્શન માટે જઈ શકાય એ મુજબ પસંદ કરેલ એક શાળા અન્ય બે શાળાની નજીક હોય એ મુજબ શાળાઓ પસંદ કરવી . સમગ્ર પ્રયોગ દરમ્યાન સબંધિત શિક્ષક સાથે Daily નો report વિદ્યાર્થીવાર લેખિત સ્વરૂપે મેળવવો. શક્ય હોયતો ડાયટ કક્ષાએથી ડેઈલી રીપોર્ટ માટેનું ફોર્મેટ તૈયાર કરીને સબંધિત શિક્ષકને આપવુ.

સદર સંશોધન સાથે સંકળાયેલ તમામ શિક્ષકોને પસંદ કરેલ વિદ્યાર્થી સબંધિત વાચન ક્ષમતા સુધારણા કાર્યક્રમ સબંધે કરાવેલ પ્રવૃતિ/ શિક્ષણકાર્ય બાબતે Daily Report તૈયાર કરવા સબંધિત વ્યાખ્યાતાએ જરૂરી માર્ગદર્શન આપવુ, તેમજ કાર્યક્રમ અમલીકરણના અંતે તમામ શિક્ષકોના તમામ દિવસના Daily Report મેળવવાના રહેશે. તેમજ સીઆરસી તથા બીઆરસીને પણ સમગ્ર પ્રક્રિયા પર નિયમિત follow up લેવા તેમજ માર્ગદર્શન આપવા જણાવવું.

- પસંદ થયેલ શાળામાં સમગ્ર કાર્યક્રમનું અમલીકરણ કરાવવા પસંદ થયેલ શાળાના ધોરણ ત્રણ, ચાર કે પાંચમાં ભાષા શીખવતા એક શિક્ષકની પસંદગી સીઆરસીએ કરવી જે મુજબ સબંધિત સીઆરસીને શિક્ષકની સાથે પરામર્શન કરી ડાયટ કક્ષાએ નામ મોકલી આપવા જણાવવુ. જેથી ડાયટ કક્ષાએથી સબંધિત શિક્ષકને આદેશ કરી સમગ્ર કામગીરી અંગે માહિતગાર કરવા તેમજ તે શિક્ષકને ડાયટ કક્ષાએથી સદર સંશોધન માટે તા.૦૮-૦૨-૨૦૨૩નાં રોજ યોજવાની થતી તાલીમમાં ઉપસ્થિત રહેવા આદેશ કરવો.




સદર કામગીરી શાળા કક્ષાએ શિક્ષક દ્વારા હાથ ધરવા માટે સીઆરસી-કો.ઓર્ડી, તથા બીઆરસી-કો.ઓર્ડી. એ સબંધિત શાળામાં કાર્યક્રમના અમલીકરણ સંદર્ભે જરૂરી સમયનુ અને અલાયદા વર્ગખંડ માટે જરૂરી વ્યવસ્થાપન કરવુ. તેમજ સદર કાર્યક્રમ અમલીકરણ બાબતે જરૂરી માર્ગદર્શન આપવું.

-સદર સંશોધન હાથ ધરવા માટે જરૂરી સાહિત્યનું અત્રેથી તા.૦૭-૦૨-૨૦૨૩નાં રોજ મોકલી આપવામાં આવશે. જેની ડાયટ કક્ષાએથી જરૂરી સંખ્યામાં નિયમોનુસાર નકલો કરાવી સબંધિત ડાયટ વ્યાખ્યાતાઓને, સબંધિત શિક્ષકોને તથા સીઆરસી અને બીઆરસી- કોઓર્ડીનેટરને આપવી. તેમજ જરૂર જણાયતો સોફ્ટકોપી પણ આપવી.

- તા.૦૮-૦૨-૨૩નાં રોજ તમામ ડાયટ પ્રાચાર્યશ્રીઓ તથા સર્વે સબંધિત શિક્ષકો, આચાર્યશ્રીઓ, સીઆરસી તથા બીઆરસીને સાહિત્ય વિતરણ અને તાલીમ માટે એક દિવસીય તાલીમનું આયોજન કરશો, જેનો ખર્ચ ઈડીએન-૧૨ એપેન્ડીક્ષ-૧ માંથી કરશો, જે સબંધિત તાલીમ માટે અત્રેથી તા.૦૮-૦૨-૨૦૨૩નાં રોજ તમામ ડાયટે અત્રેથી મોકલવામાં આવનાર લિંક મુજબ ડાયટના લોગીનથી વીસીમાં સંશોધન માટે તાલીમમાં ડાયટ કક્ષાએ આવેલ તમામ શિક્ષકો, સીઆરસી, બીઆરસી, પસંદ થયેલ શાળાના આચાર્ય, ડાયટના તમામ વ્યાખ્યાતાઓ તેમજ ડાયટ પ્રાચાર્યશ્રી તમામ ડાયટના એક જ લોગીનથી ડાયટ કક્ષાએથી જ જોડાય તે મુજબ આયોજન કરશો. ડાયટ સિવાય સદર લિન્ક અન્ય કોઈને શેર કરવી નહિં.

ડાયટ દીઠ એક જ લોગીનથી તમામને અત્રેથી સદર સંશોધન સબંધિત માર્ગદર્શન આપવામાં આવશે, જે મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવી, વીસી માટેનો સમય ડાયટ અને લિન્ક ડાયટ પ્રિન્સીપાલ ગ્રુપમાં તા. ૦૮-૦૨-૨૩નાં રોજ જણાવવામાં આવશે. આપની કક્ષાએથી તા.૦૮-૦૨-૨૩નાં રોજ સવારે ૧૦.૩૦

કલાકથી સાહિત્ય વિતરણ અને જરૂરી માર્ગદર્શન અને તાલીમની કામગીરી શરૂ કરશો. -જે શાળાના શિક્ષક આ સંશોધન માટેના ઉપકરણ સંરચના સાથે સંકળાયેલ છે તે ડાયટે તે શિક્ષક જે શાળામાં કામગીરી કરે છે તે શિક્ષકની અને તેઓની શાળાની પસંદગી કરવી નહિં.

-તમામ જિલ્લાના પસંદ થયેલ શાળાના પસંદિત શિક્ષકો, સબંધિત સીઆરસી તથા બીઆરસી માટે ડાયટ ખાતેથી સાહિત્ય મેળવવા તેમજ અત્રેથી અપાનાર ઓન લાઈન તાલીમ માટે સબંધિત ડાયટ ખાતે ઉપસ્થિત રહે તે મુજબ અત્રેથી આપવામાં આવનાર તારીખે એક દિવસીય તાલીમનું આયોજન કરવા જણાવવાનું થાય, સદર તાલીમ માટે થનાર ખર્ચ ડાયટ ખાતે ઉપલબ્ધ ગ્રાન્ટ ઈડીએન-૧૨ એપેન્ડીક્ષ-૧ માંથી ખર્ચ કરવા મંજૂરી આપવામાં આવે છે.

-સદર કાર્યક્રમના અમલીકરણ માટે તા.10-02-23 થી તા.28-02-2023 દરમ્યાન પસંદ થયેલ શાળાઓમાં નીચે પૈકી કોઈ એક પ્રકારના કાર્યક્રમનું અમલીકરણ કરાવવાનું થાય. કઈ શાળામાં ક્યો Prog. અમલી કરણ કરવો તે માટે FLN data નો આધાર લેવો. ઉદા. તરીકે અક્ષર વાચક વિદ્યાર્થીઓ માટેના Prog-1 ના અમલીકરણ માટે જે શાળામાં ધોરણ બે થી આઠમાં ધોરણ દીઠ ઓછામાં ઓછા ત્રણ થી વધુ વિદ્યાર્થીઓ અક્ષરવાચક અને નિયમિત હાજર રહેતા હોય તેવા વિદ્યાર્થીઓ મળી રહે તે મુજબની શાળાઓ પસંદ કરવી, એ જ રીતે અન્ય Prog. માટે શાળાઓની પસંદગી કરવી. દરેક Prog. દીઠ જિલ્લાની દસ શાળાઓ મુજબ ત્રીસ શાળાઓની કાર્યક્રમવાર યાદી આપની કક્ષાએથી તૈયાર કરશો. (૧) અક્ષરવાચક માંથી શબ્દવાચકની ક્ષમતા સિદ્ધિ માટેનો કાર્યક્રમ-Prog.1

(ર) શબ્દવાચક માંથી વાક્યવાચકની ક્ષમતા સિદ્ધિ માટેનો કાર્યક્રમ-Prog.2

(૩) વાક્યવાચક માંથી અર્થગ્રહણની ક્ષમતા સિદ્ધિ માટેનો કાર્યક્રમ-Prog.3 -પસંદ થયેલ પ્રત્યેક શાળામાં ધોરણ ત્રણથી આઠના ધોરણ દીઠ બે વિદ્યાર્થીઓ મુજબ કુલ ૧૨ વિદ્યાર્થીઓની ડાયટ વ્યાખ્યાતાએ પ્રથમ દિવસે પસંદગી કરવાની રહેશે. જે સમગ્ર પ્રક્રિયાનું પ્રથમ દિવસનું વિદ્યાર્થી પસંદગી પ્રક્રિયાનું વ્યાખ્યાતા સાથે એક-બે વિદ્યાર્થીનું વીડીઓ રેકોર્ડીંગ તથા Post test પણ ડાયટ વ્યાખ્યાતાએ જ લેવાની હોય અંતિમ દિવસનું વ્યાખ્યાતાનું અને વિદ્યાર્થી વાચન કરાવતા સમયનું પ્રથમ દિવસના એ જ એક-બે વિદ્યાર્થીઓનું video Recording મોબાઈલ ફોનમાં કરવા જણાવશો. - પસંદ થયેલ શાળામાં આયોજન મુજબ કોઈ એક પ્રકારના કાર્યક્રમનું અમલીકરણ કરાવવાનું થાય. જે કાર્યક્રમ અમલીકરણની સમગ્ર કામગીરી મહત્તમ પંદર દિવસમાં પૂર્ણ થાય એ મુજબ ડાયટ કક્ષાએથી શાળાના સબંધિત શિક્ષક તથા આચાર્યને આયોજન કરવા જણાવવાનું થાય. સમગ્ર કામગીરી તા.28-02- 2023 સુધીમાં પૂર્ણ થાય તે મુજબ આયોજન કરવા ડાયટ કક્ષાએથી તમામ શાળાઓને જાણ કરશો.

વાચન ક્ષમતા સુધારણા કાર્યક્રમ સબંધિત સંશોધન માટે કરવાની થતી કામગીરી બાબત.

.વાચન ક્ષમતા સુધારણા કાર્યક્રમ સબંધિત સંશોધન માટે કરવાની થતી કામગીરી બાબત.

મહત્વપૂર્ણ લિંક

વાચન ક્ષમતા સુધારણા કાર્યક્રમ સબંધિત સંશોધન માટે કરવાની થતી કામગીરી બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો


No comments:

Post a Comment