Search This Website

Friday 9 December 2022

ડિજિટલ ગોલ્ડ એટલે શું ?

ડિજિટલ ગોલ્ડ એટલે શું ?

 



આપણે સૌ જાણીએ છીએ કે ગોલ્ડ એટલે કે સોનામાં રોકાણ કરીને પૈસા કમાવવાનું સૌથી સરળ સાધન અને દાગીનો ગણવામાં આવે છે. અને આમ પણ ભારતીયોને સોના સાથે બહુ નજીકનો સંબંધ છે. ખાસ કરીને મહિલાઓમાં અણીના સમયે કામ આવે તે માટે ઘરમાં અચૂક દાગીના સાચવીને રાખવાની ટેવ હોય છે. ટૂંકમાં કહીએ તો ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ એક હોટ કોમેડીટી છે





આ માટે લોકો સોનાની ખરીદી કરતા હોય છે. ઓફલાઈન સોનાની ખરીદી વિશે તો તમે સાંભળ્યું હશે પણ કદાચ ઓનલાઈન ડિજિટલ ગોલ્ડ ખરીદવા વિશે નહીં સાંભળ્યું હોય. આજના સમયમાં એવી અનેક વેબસાઈટ અને એપ્લિકેશન ઉપલબ્ધ છે. જ્યાં લોકો પોતાની અનુકૂળતા મુજબ અને બજેટ અનુસાર પૈસાનું રોકાણ કરી ઓનલાઈન ડિજિટલ ગોલ્ડ ખરીદી શકે છે.

ભારતમાં જો તમે કોઈ સારા વ્યક્તિને એમ પૂછો કે રોકાણ કરવાનો સૌથી સરળ અને સુરક્ષિત રસ્તો કયો છે ? તો તે નીસંકોચ એમ જ કહે કે સોનામાં રોકાણ કરવું. કારણ કે સોનાની કિંમતો દિન પ્રતિદિન સતત વધતી જ રહેવાની છે. આવી સ્થિતિમાં ડિજિટલ ગોલ્ડ વિશે પણ જાણવું તમારા માટે જરૂરી છે. ત્યારે આજના આર્ટીકલમાં અમે આપને ડિજિટલ ગોલ્ડ વિશે શક્ય તેટલી વધુમાં વધુ માહિતી આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.


ડિજિટલ ગોલ્ડ એટલે શું ?

ફિઝિકલી રીતે ખરીદવામાં આવેલા સોના ની બદલે ઓનલાઇન ખરીદી કરવામાં આવેલ સોના ને અસલમાં ડિજિટલ ગોલ્ડ કહેવાય છે. આ સોનુ એટલે કે ગોલ્ડ કોઈ થર્ડ પાર્ટી ઓનલાઈન પ્લેટફોર્મ એટલે કે વેબસાઈટ અથવા એપ્લિકેશન દ્વારા ખરીદવામાં આવે છે. ડિજિટલ ગોલ્ડ ખરીદનાર ગ્રાહકને અસલમાં સોનું મળતું નથી. પરંતુ તેના એકાઉન્ટમાં ખરીદવામાં આવેલા સોનાની માત્રા દેખાડવામાં આવે છે. આનો સીધો સાદો દાખલો આપણા બેંક એકાઉન્ટમાં જમા રકમ જેવું જ છે.

આપણે જોઈએ છીએ કે ફિઝિકલ રીતે ખરીદવામાં આવેલા ગોલ્ડમાં નુકસાનના અનેક અંદેશાઓ રહેલા હોય છે. પરંતુ જ્યારે આપણે બજારમાં ફિઝિકલ ગોલ્ડ ખરીદવા જઈએ છીએ ત્યારે તેની શુદ્ધતા વિશે આપણે જાણી નથી શકતા અને નકલી સોનું ઘરે લઈ આવીએ છીએ.

એ ઉપરાંત ફિઝિકલ ગોલ્ડ ને સુરક્ષિત રાખવા માટે પણ આપણે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને સોનુ ચોરી થઈ જવાનો ભય સતત સતાવતો રહે છે. ક્યારેક સમય ઓછો હોવાના કારણે ફિઝિકલ સોનું ખરીદવું પણ સંભવ નથી બની શકતું. આવી સ્થિતિમાં ડિજિટલ ગોલ્ડ એક યોગ્ય પસંદગી છે.

ડિજિટલ ગોલ્ડ ખરીદવા પહેલા આપણે ઓનલાઈન સર્ચિંગ કરીને તેના વિશે વિસ્તૃત માહિતી મેળવી શકીએ છીએ. જેમ કે તેની શુદ્ધતા, તેના વિક્રેતા, તેની સેલિંગ પ્રાઇસ, સોનાનું વજન રિફંડ પોલીસી, વગેરે..

ત્યારબાદ વિવેક અને સમજદારી પૂર્વક ડિજિટલ ગોલ્ડની સરળતા થી ઓનલાઈન ઈન્ટરનેટ, મોબાઇલ બેન્કિંગ, મોબાઇલ એપ્લિકેશન દ્વારા ખરીદી શકાય છે. ડિજિટલ ગોલ્ડની સૌથી ખાસ વાત તો એ છે કે તેને તમે 24 કલાકમાં ગમે ત્યારે અને ગમે ત્યાંથી ખરીદી કરી શકો છો.
ફોન પે દ્વારા ડિજિટલ ગોલ્ડ કઈ રીતે ખરીદી કરવું ?

ફોન પે મુખ્યત્વે એક ઓનલાઇન ટ્રાન્સફર કરવા વાળી એપ્લિકેશન છે. પરંતુ તેના દ્વારા તમે બીજા અન્ય કામો પણ કરી શકો છો. ફોન પે એપ્લિકેશન દ્વારા તમે ઓનલાઇન ડિજિટલ ગોલ્ડ પણ સરળતાથી ખરીદી કરી શકો છો. આ એપ ઓનલાઇન પેમેન્ટ કરવા માટે વધુ લોકપ્રિય છે. એટલા માટે અમે અહીં તેનો ઉલ્લેખ કરી રહ્યા છીએ.

Phonepe એપ્લિકેશન દ્વારા ઓનલાઇન ડિજિટલ ગોલ્ડ ખરીદવા માટે નીચે બતાવવામાં આવેલા સ્ટેપ ને અનુસરીને કામ કરી શકાય છે.


1. ફોન પે ઓપન કરો

સૌથી પહેલા તમારે ફોન પે એપ્લિકેશન ઓપન કરવાની રહે છે. તેને ઓપન કરવા માટે તમારી મોબાઇલ સ્ક્રીન પરના એપ્લિકેશન આઈકોન પર ક્લિક કરવાનું રહે છે. જો તમારા સ્માર્ટ ફોનમાં આ એપ્લિકેશન ઇન્સ્ટોલ ના હોય તો પહેલા તેને google play store પર જઈને ઇન્સ્ટોલ કરી લેવી. આ માટે તમે ઓનલાઈન સર્ચ કરીને તેના સ્ટેપ્સ જોઈ શકો છો.


2. ઇન્વેસ્ટમેન્ટ પર ટેપ કરો


એપ્લિકેશન
ચાલુ થઈ ગયા બાદ તમે નીચેની સાઈડમાં આપવામાં આવેલા ઇન્વેસ્ટમેન્ટ ના વિકલ્પો પર ક્લિક કરી શકો છો. આમ કરતા જ તમારી સામે એપ્લિકેશન પોતે જ અનેક ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા દેખાડવાનું શરૂ કરી દેશે.


3. ગોલ્ડ ની પસંદગી કરો

ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા તમારી સ્ક્રીન પર આવી જાય પછી તમારે ગોલ્ડ પર ટેપ કરવાનું રહે છે. આમ કરતા જ તમારી સામે વિભિન્ન પ્રકારના ગોલ્ડ પ્રોડક્સ આવવા લાગશે. તમે વજન, શુદ્ધતા અને કિંમતમાં તમને પરવડતું હોય તેના પર ક્લિક કરો. અને એ પ્રોડક્ટ સિલેક્ટ કરો.

કોઈપણ એક પ્રોડક્ટ પર સિલેક્ટ કર્યા બાદ તમને એ પ્રોડક્ટ ની વિશેષ માહિતી બતાવવામાં આવશે. તમે અહીંથી પ્રોડક્ટ વિશે સારી રીતે માહિતી એકઠી કરી શકો છો. જેમ કે સોનાની શુદ્ધતા, તેની રિફંડ પોલિસી, તેનું કુલ વજન, તેને કોણ વેચી રહ્યું છે અને તે ક્યાં સુધી મળી જશે વગેરે..


4. સોનું ખરીદો

ગોલ્ડ પ્રોડક્ટ ની માહિતી મેળવીને સંતુષ્ટ થયા બાદ તમે રીંગણી કલરમાં આપેલા બટન બાય નાઉ પર ઉપર ક્લિક કરી શકો છો. ત્યારબાદ ગોલ્ડ ખરીદવાની તમારી પ્રોસેસ આગળ વધશે.

આટલું કર્યા બાદ તમારી પાસે અમુક જરૂરી અને આવશ્યક હોય તેવી માહિતી જે બાબતે અહીં અમે નીચે માહિતી આપી રહ્યા છીએ તે માંગવામાં આવશે. જે તમારે આપવી ફરજિયાત છે.
સરનામું

સૌથી પહેલા તમારે એ સરનામું ટાઈપ કરવાનું રહેશે જ્યાં તમે ખરીદી કરેલ ગોલ્ડ મેળવવા માંગો છો. તમે ઈચ્છો તો તેમાં પહેલાથી જ સેટ થયેલા એડ્રેસ ને સિલેક્ટ કરીને આગળ વધી શકો છો. ત્યારબાદ એડ્રેસ કન્ફર્મ કરી લેવું.
પેમેન્ટ મેથડ પસંદ કરો

ત્યારબાદ તમે ડિજિટલ ગોલ્ડનું પેમેન્ટ કઈ રીતે આપવા માંગો છો તેને સિલેક્ટ કરો. તમે ઈચ્છો તો યુપીઆઈ દ્વારા પણ પેમેન્ટ કરી શકો છો. ફોન પે મેં મેથડ ડિફોલ્ટ સેટ થયેલું હોય છે. એટલા માટે તમે યુપીઆઈ પીન નાખીને આગળ વધી શકો છો.

બંને કામ પુરા કર્યા બાદ તમારે પેમેન્ટ કરવાનો વારો આવે છે. અને પેમેન્ટ કર્યા બાદ થોડાક દિવસોમાં તમે આપેલા એડ્રેસ ઉપર ખરીદી કરવામાં આવેલું સોનુ પહોંચાડવામાં આવે છે.
ડિજિટલ ગોલ્ડ ના ફાયદા શું શું છે ?

ડિજિટલ ગોલ્ડ ખરીદવા માટે તમારે વધુ કાંઈ ભાવતાલ કરવાની જરૂર પડતી નથી. અને તેને ખરીદવા માટે તમારે ક્યાંય જવાની પણ જરૂર પડતી નથી. બસ તમારે તમારા સ્માર્ટફોન વડે જ અમુક ક્લિક કરીને ડિજિટલ ગોલ્ડ ખરીદવા માટેની એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવાની રહે છે. અને તે એપ્લિકેશનમાં તમારે ડિજિટલ ગોલ્ડ ખરીદવા માટે આપવામાં આવેલા વિકલ્પમાં જવાનું છે. અને ત્યાં જઈને કિંમત જોઈ ડિજિટલ ગોલ્ડ ખરીદવાનું હોય છે.

ઓનલાઇન થોડીક મિનિટોમાં જ તમે ડિજિટલ ગોલ્ડ ખરીદી શકો છો. એ સિવાય પણ જો તમને એવી ઈચ્છા થાય કે તમારા ખરીદેલા ગોલ્ડનો સારો ભાવ મળી રહ્યો છે. તો તમે પોતાના ડિજિટલ ગોલ્ડ ને તાત્કાલિક વેચી પણ શકો છો. અને તેના પૈસા સીધા તમારા બેન્ક એકાઉન્ટમાં જ જમા થઈ જાય છે.

એ નોંધનીય છે કે વેસ્ટેજ ચાર્જ જેવી કોઈ પણ વાત આ પ્રોસેસની અંદર નથી હોતી. અને આ પ્રોસેસ સંપૂર્ણપણે પારદર્શક હોય છે. એટલા માટે તેમાં કોઈ છૂપો ચાર્જ એટલે કે હિડન ચાર્જ પણ સામેલ નથી હોતો.

જ્યાંથી પણ તમે ઓનલાઇન ડિજિટલ ગોલ્ડ ખરીદી કરો છો તેની પાસે જ સિક્યોરિટી ની ગેરંટી પણ હોય છે. એટલા માટે તમારે વધારે ચિંતા કરવાની પણ જરૂર રહેતી નથી.

જો તમે ઈચ્છતા હોય તો ફક્ત એક રૂપિયાથી પણ ડિજિટલ ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કરી શકો છો. કારણ કે એવી અનેક એપ્લિકેશન છે જે તમને એક રૂપિયામાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા પરવાનગી આપે છે. જ્યારે અમુક એપ્લિકેશન્સ એવી પણ છે જે તમને ₹100 નું ઇન્વેસ્ટમેન્ટ કરવાની સવલત આપે છે.
ડિજિટલ ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ નું નુકસાન શું છે ?

ડિજિટલ ગોલ્ડ ખરીદવા માટે ઓનલાઇન જ્યારે તમે પ્રયાસ કરશો ત્યારે મોટા ભાગે પ્લેટફોર્મ દ્વારા મોટાભાગની ઇન્વેસ્ટમેન્ટની લિમિટેડ બે લાખ સુધી નક્કી કરવામાં આવી હોય છે. આવી સ્થિતિમાં તમે વધુમાં વધુ બે લાખ રૂપિયા સુધીનું ઇન્વેસ્ટમેન્ટ કરીને ડિજિટલ ગોલ્ડ ખરીદી કરી શકો છો.

ડિજિટલ ગોલ્ડ પર rbi કે સેબી સંસ્થા દ્વારા સમયાંતરે અનેક પ્રતિબંધો લગાવવામાં આવે છે. અથવા તેના માટે અમુક નવા નિયમો લાગુ કરવામાં આવે છે.

જ્યારે તમે ડિજિટલ ગોલ્ડ ખરીદો છો ત્યારે તેને તમારા ઘર સુધી મેળવવા માટે તમારે ડિલિવરી ચાર્જ પણ આપવાનો રહે છે. એ સિવાય મેકિંગ ચાર્જ પણ તમારે જ ભોગવવાનો રહે છે.

અમુક કંપનીઓ ડિજિટલ ગોલ્ડ ખરીદ કર્યા બાદ તમને લિમિટેડ સ્ટોરેજ પિરિયડ નો ટાઈમ આપે છે. ત્યારબાદ તમારે તમારા ડિજિટલ ગોલ્ડ ની ફિઝિકલ ડીલેવરી લેવી પડે છે. અથવા તેને ઓનલાઈન જ વેચી દેવું પડે છે.


ડિજિટલ ગોલ્ડ બાબતે અમુક સવાલોના જવાબો
ડિજિટલ ગોલ્ડ કઈ રીતે ખરીદી કરી શકીએ ?

જવાબ : ડિજિટલ ગોલ્ડ ખરીદવા માટે તમને ઘણી બધી વેબસાઈટ અને એપ્લિકેશન્સ મળી જશે જ્યાં તમે તમારું એકાઉન્ટ બનાવીને એ એપ્લિકેશન કે વેબસાઈટ નો ઉપયોગ કરીને અમુક મિનિટોમાં જ ડિજિટલ ગોલ્ડ ખરીદી કરી શકો છો.
ફિઝિકલ ગોલ્ડ અસલમાં શું છે ?

જવાબ : ફિઝિકલ ગોલ્ડ એ સોનુ છે જેને તમે સોની કે જ્વેલર્સ ની દુકાનમાં જઈને ખરીદો છો. આ પ્રોસેસમાં તમે એક હાથે પૈસા આપો છો અને બીજા હાથે ફિઝિકલ સોનું હાથમાં લો છો.
ડિજિટલ ગોલ્ડ ખરીદવા માટે સારી એપ્લિકેશન કઈ છે ?

જવાબ : ઇન્ટરનેટ પર, ગૂગલ પ્લે સ્ટોર પર એવી ઘણી બધી એપ્લિકેશન મળી જશે જેના દ્વારા તમે ડિજિટલ ગોલ્ડ ખરીદી કરી શકો છો. અમુક પ્રસિદ્ધ ડિજિટલ ગોલ્ડ ખરીદવાની એપ્લિકેશન આ પ્રકારે છે. paytm એપ્લિકેશન, phonepe એપ્લિકેશન, google તેજ એપ્લિકેશન, mobikwik એપ્લિકેશન વગેરે…
ડિજિટલ ગોલ્ડ શું કાયદાકીય રીતે માન્ય છે ?

જવાબ : કાયદેસર રીતે વેલીડ ગણવામાં આવે છે. અને તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું સુરક્ષિત પણ છે.

No comments:

Post a Comment