Search This Website

Tuesday 1 November 2022

નાનકડા લવિંગ થી ગંભીર રોગને પણ કરી શકાય છે દૂર, જાણો રોજ એક લવિંગ ખાવાથી કેટલા થાય છે લાભ.

 

નાનકડા લવિંગ થી ગંભીર રોગને પણ કરી શકાય છે દૂર, જાણો રોજ એક લવિંગ ખાવાથી કેટલા થાય છે લાભ.




મિત્રો લવિંગ સ્વાદમાં તીખા અને ગુણમાં સ્વાસ્થ્યવર્ધક હોય છે. લવિંગ એન્ટિવાયરલ અને એન્ટિઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર હોય છે જે શરીરને ઘણા રોગથી બચાવે છે.

પેટમાં ગેસની તકલીફ હોય કે ઉધરસની લવિંગ નો ઉપયોગ નાનામાં નાની બીમારીથી લઈને ગંભીર સમસ્યામાં પણ કરી શકાય છે. દાંત ની તકલીફ માટે તો લવિંગ રામબાણ ઈલાજ છે.

લવિંગમાં એવા તત્વો હોય છે જે દાંતના દુખાવાને તુરંત દૂર કરે છે અને પેઢામાં આવેલા સોજા ને પણ દૂર કરે છે.

જે લોકોનું વજન વધારે હોય તેમણે વજનને કંટ્રોલ કરવા માટે પણ લવિંગનો ઉપયોગ કરવો જોઈએ. લવિંગ ને મોઢામાં રાખીને ચુસવાથી મેટાબોલિઝમ વધે છે અને વજન કંટ્રોલમાં રહે છે.

લવિંગ ખાવાથી ગેસ ઉબકા અપચો જેવી પાચનની તકલીફો દૂર થાય છે અને પેટની તકલીફો મટે છે. લવિંગ પાચન ક્રિયાને સુધારે છે.

એક સંશોધન અનુસાર લવિંગનું સેવન કરવાથી કેન્સર જેવા રોગને વધતો અટકાવી શકાય છે. તેમાં રહેલા તત્વ કેન્સરના કોષને શરીરમાં વધતા અટકાવે છે.

જે લોકોને સાંધાના દુખાવાની તકલીફ હોય તેમણે લવિંગ નું તેલ લઈને દુખાવાની જગ્યા પર માલિશ કરવી જોઈએ. લવિંગના તેલથી માલિશ કરવાથી દુખાવો તુરંત મટે છે.

ચેહરા પર ખીલ થયા હોય કે મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો લવિંગ નો ઉપયોગ કરવો જોઈએ તેનાથી મોઢાની દુર્ગંધ પણ દૂર થાય છે અને ત્વચા પર ખીલ ઉત્પન્ન કરતા ઇન્ફેક્શનનો પણ નાશ થાય છે.

No comments:

Post a Comment