Search This Website

Tuesday 1 November 2022

હાર્ટ એટેક ના કેસમાં ઝડપથી થઈ રહ્યો છે વધારો તેનું કારણ છે આ, જાણી લો બચી જશે જીવ.

 

હાર્ટ એટેક ના કેસમાં ઝડપથી થઈ રહ્યો છે વધારો તેનું કારણ છે આ, જાણી લો બચી જશે જીવ.





મિત્રો એક સંશોધન અનુસાર કોરોનાના સંક્રમણ પછીથી હૃદયની સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં હાર્ટ એટેકના કેસમાં ખૂબ જ ઝડપથી વધારો થયો છે.

ખાસ કરીને નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકની ઘટના વધતી જાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે કોરોનાથી સ્વસ્થ થયા પછી પણ લોકોએ સાવચેત રહેવું જોઈએ અને હૃદયની તપાસ સમયસર કરાવતી રહેવી જોઈએ.

કોરોના ન થયું હોય તેવા લોકોએ પણ હૃદયના સ્વાસ્થ્યને લઈને સાવચેત રહેવું જરૂરી છે. આ સાથે જ તમને કેટલાક કારણો પણ જણાવ્યા છે જે હાર્ટ એટેકનું જોખમ વધારે છે. આ કારણો નીચે દર્શાવ્યા અનુસાર છે.

ધુમ્રપાન – ધુમ્રપાન હાર્ટ એટેક નું મુખ્ય કારણ ગણી શકાય. ધુમ્રપાન કરનાર વ્યક્તિ ઉપર તો જોખમ હોય જ છે પરંતુ સેકન્ડ હેન્ડ સ્મોકથી પણ હાર્ટ એટેકનું જોખમ વધે છે.

તેમાં રહેલી તમાકુ હૃદયની રક્તવાહિનીને ભયંકર નુકસાન કરે છે. તેના કારણે શરીરને ઓક્સિજન પૂરું પાડવામાં હૃદયને વધારે મહેનત કરવી પડે છે.

શારીરિક પ્રવૃત્તિ નો અભાવ – હાર્ટ એટેક થી બચવું હોય તો બેઠાડું જીવન શૈલી છોડવી જોઈએ. દિવસ દરમિયાન ઓછામાં ઓછી 30 મિનિટ શારીરિક પ્રવૃત્તિ કરવી અને નિયમિત વ્યાયામ કરવા જોઈએ.

સંપૂર્ણ આહાર – દૈનિક આહારમાં શાકભાજી ફળ ડેરી પ્રોડક્ટ આખા અનાજ સહિતની વસ્તુઓનો ઉમેરો કરવો જોઈએ અને જંકફૂડ અને વધુ પડતા તેલ યુક્ત આહાર નો ત્યાગ કરવો જોઈએ.

અપૂરતી ઊંઘ – જે લોકો પૂર્તિ ઊંઘ કરતા નથી તેઓ સ્થૂળતા હાઇ બ્લડ પ્રેશર હાર્ટ અટેક ડાયાબિટીસ નું જોખમ જાત માટે વધારે છે.

આવી સ્થિતિમાં હૃદય રોગનું જોખમ વધી જાય છે. હાર્ટ એટેક થી બચવું હોય તો ઊંઘ કરવાનો સમય નિયમિત રાખવો જોઈએ.

No comments:

Post a Comment