Search This Website

Tuesday 1 November 2022

જિમમાં ગયા વિના પેટની વધેલી ચરબીને કરો દૂર, ત્રીસ જ દિવસમાં શરીર આવી જશે શેપમાં.

 

જિમમાં ગયા વિના પેટની વધેલી ચરબીને કરો દૂર, ત્રીસ જ દિવસમાં શરીર આવી જશે શેપમાં.


મિત્રો વજન કંટ્રોલમાં રહે તે ખૂબ જ જરૂરી હોય છે અને વજનની કંટ્રોલમાં રાખવા માટે નિયમિત વ્યાયામ તેમજ સંતુલિત આહાર લેવો જોઈએ.

જો બેઠાડું જીવનશૈલી અને બિન આરોગ્યપ્રદ આહાર નું સેવન કરો છો તો વજન ઝડપથી વધી જાય છે. વજન સૌથી પહેલા પેટના ભાગ પર વધે છે.

પેટ પર જામેલી ચરબીને દરેક વ્યક્તિ દૂર કરવા ઈચ્છે છે અને તે પણ ખૂબ જ ઝડપથી. કારણ કે પેટ પર જામેલી ચરબી શરીરનો આકાર તો બગાડે જ છે પરંતુ સાથે જ શરીરમાં રોગ પણ વધારે છે.

પેટની ચરબી ને દૂર કરવા માટે લોકો જીમમાં કલાકોની મહેનત કરતા હોય છે. પરંતુ આજે તમને પેટની ચરબી ઘટાડવાના સરળ ઉપાય જણાવીએ. જો તમારે પેટની ચરબી દૂર કરવી હોય તો પ્રોટીનનું સેવન કરો.

પ્રોટીનનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વારંવાર ભૂખ લાગતી નથી જેના કારણે વજન વધતું અટકે છે. આ સિવાય તમે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખશો તો તમારું વજન ઝડપથી ઘટવા લાગશે.

જેમકે જો તમને થોડી થોડી વારે કઈ વસ્તુ ખાવાની ઈચ્છા થતી હોય તો બદામ ખાવાનું રાખો. તમે ચીઝનું સેવન પણ કરી શકો છો કારણ કે તેમાં પ્રોટીન વધારે હોય છે અને કેલરી અને ફેટ ઓછું હોય છે.

દૈનિક આહારમાં લીલા શાકભાજીનો વધારો કરો. બ્રોકલીમાં સૌથી વધારે પ્રોટીન હોય છે તેથી તેનું પ્રમાણ વધારવું જોઈએ.

આ સિવાય કઠોળનો ઉપયોગ કરવાથી પણ શરીરને પ્રોટીન મળે છે. આહારમાં ચણાનો ઉપયોગ કરવાથી ઝડપથી વજન ઘટે છે.

નાળિયેર પર પ્રોટીનનો સારો સ્ત્રોત છે તેમાં એમિનો એસિડ અને પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે જે વજનને ઝડપથી ઘટાડે છે. તમે ઈંડાનું સેવન પણ કરી શકો છો કારણ કે તેનાથી શરીરને પ્રોટીન મળે છે પરંતુ વજન વધતું નથી.

આ સિવાય મહિલાઓએ દૂધ પીવાનો આગ્રહ રાખવો જોઈએ. નિયમિત રીતે એક ગ્લાસ દૂધ પીવાથી શરીરની પ્રોટીન ની જરૂરિયાત પૂરી થાય છે અને વજન કંટ્રોલમાં રહે છે.


No comments:

Post a Comment