Search This Website

Sunday 30 October 2022

Forest Department has published Forest Guard Allotment list of 14 candidates and other instructions 2022, Check below for more details.

 Forest Department has published Forest Guard Allotment list of 14 candidates and other instructions 2022, Check below for more details.

વિષયઃ વન રક્ષક વર્ગ-૩ની સીધી ભરતીની જાહેરાત ક્રમાંક FOREST/201819/1 અન્વયે પસંદગી પામેલ ઉમેદવારોને વિભાગીય કચેરીઓ ખાતે ફાળવણી કરવા બાબત. સંદર્ભઃ અત્રેની કચેરીના પત્રાંકઃબ/મહક/૧૩/૬૪૮૭, તા.૧૭-૧૦-૨૦૨૨


Post: Forest Guard (Vanrakshak)
 
સંદર્ભ-(૧) થી વનરક્ષક વર્ગ-૩ની સીધી ભરતીની જાહેરાત ક્રમાંકઃ FOREST/201819/1 અન્વયે પસંદગી પામેલ ઉમેદવારો પૈકી ૨૫૮ ઉમેદવારોને જીલ્લાવાર ફાળવણી હુકમ થયેલ છે. જે બાદ જાતિ પ્રમાણપત્ર ખરાઇ થઇ આવેલ વધુ ૧૪ ઉમેદવારોને આ સાથે સામેલ પસંદગી યાદી મુજબ જે તે વિભાગીય કચેરીઓ/પેટા વન વિભાગમાં ફાળવણી કરવામાં આવે છે.

૨/- પ્રત્યેક ઉમેદવારને વિગતવાર નિમણુંક હુકમો જે તે વન વિભાગ/ પેટા વન વિભાગીય કચેરીએથી કરવાના રહેશે.

૩/- વિગતવાર નિમણુંક હુકમોમાં એકસુત્રતા જાળવાય તે હેતુથી નમુનારૂપ નિમણુંક હુકમની નકલ તથા નિમણૂંક હુકમની બોલીઓ અને શરતો તથા બાંહેધરી પત્રકના નમૂના આ સાથે સામેલ રાખેલ છે. જેની ચકાસણી કરી, તે અનુસાર વિગતવાર નિમણુંક હુકમો કરવાના રહેશે. ૪/- ભરતી સમિતિ/ બોર્ડ દ્વારા સદરહુ ઉમેદવારોના વોકીંગ ટેસ્ટ લેવામાં આવેલ હોય સદરહુ સંવર્ગના સ્પર્ધાત્મક પરીક્ષા નિયમોનુસાર પ્રત્યેક ઉમેદવારના તબીબી ચકાસણી પ્રમાણપત્રો મેળવવાના રહેશે,

૫/- તમામ ઉમેદવારોના સંબંધિત અસલ પ્રમાણપત્રોની ચકાસણી પણ તેઓની કક્ષાએ હાથ ધરવાની રહેશે.

૬/- એસ.સી./ એસ.ટી./ એસ.ઇ.બી.સી. કેટેગરીના ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોની સબંધિત વિભાગો હેઠળની વિશ્ર્લેષણ સમિતિઓ દ્વારા થયેલ ખરાઇની વિગતો આ સાથે મોકલવામાં આવે છે જે ધ્યાને લઇ જે તે ઉમેદવારના વિગતવાર નિમણૂંકના હુકમો કરવાના રહેશે.

૭/- ઉમેદવારોને સામાન્ય વહીવટ વિભાગના તા.૨૮/૦૩/૨૦૧૬ ના ઠરાવ અનુસાર નિમણુંકની તારીખથી ૫ વર્ષના સમયગાળા માટે સરકારશ્રીના પ્રવર્તમાન ઠરાવથી નિયત કર્યાંનુસાર ફિક્સ પગાર (રૂ.૧૯૯૫૦/-) ચુકવવાના રહેશે. આ ઠરાવની જોગવાઇ મુજબની શરતો-બોલીઓ તથા બાંહેધરી પત્રકમાં સહી મેળવી તેઓની કક્ષાએ રેકર્ડ ઉપર નિભાવવાનું રહેશે.

૮/- જો કોઇ ઉમેદવારે અરજીમાં જાહેર કરેલ વિગતો અનુસારના પ્રમાણપત્ર ન ધરાવતા હોય/ રજુ ન કરેલ હોય તો તેવા ઉમેદવારની પસંદગી જાહેરાતની શરત અનુસાર આપોઆપ રદ થવા પાત્ર ઠરે છે. આવા કોઇ કિસ્સા ધ્યાને આવે તો તાત્કાલીક અત્રે અહેવાલ કરવાનો રહેશે.

For more details: Click Here
 
Updates on Telegram Channel: Click Here
 

No comments:

Post a Comment