Search This Website

Saturday 29 October 2022

ગુજરાતમાં ચૂંટણી પહેલા અંતિમ કેબિનેટ બેઠકમાં સરકારનું સૌથી મોટું એલાન, યુનિફોર્મ સિવિલ કોડ માટે લેવાયો નિર્ણય


ગુજરાતમાં ચૂંટણી પહેલા અંતિમ કેબિનેટ બેઠકમાં સરકારનું સૌથી મોટું એલાન, યુનિફોર્મ સિવિલ કોડ માટે લેવાયો નિર્ણય

ગુજરાત ચૂંટણીની તારીખોનું એલાન થોડા દિવસમાં જ થઈ શકે છે ત્યારે વર્તમાન સરકારની અંતિમ કેબિનેટ બેઠકમાં અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને સરકારે કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવ પસાર કર્યો છે.  

આ મામલે હર્ષ સંઘવીએ જણાવ્યું કે નાગરિકોની માંગને લઇને સરકાર દ્વારા આજે યુનિફોર્મ સિવિલ કોડ મામલે નિર્ણય લેવાયો છે અને રાજ્યમાં તમામ નાગરિકો માટે કાયદો સમાન હોય તે માટે  બંધારણના પ્રકરણ 4 ની કલમ  44 અંતર્ગત કમિટીની રચના કરવામાં આવશે.

ઉત્તરાખંડની પેટર્ન ગુજરાતમાં અપનાવાશે 
નોંધનીય છે કે ઉત્તરાખંડમાં પણ ચૂંટણી પહેલા ભાજપ સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડને લઈને જાહેરાતો કરવામાં આવી હતી અને તે બાદ સરકાર બન્યા પછી કાયદો પસાર કરવામાં આવ્યો હતો. હવે એ જ પેટર્નથી ગુજરાતમાં પણ સરકાર પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે જેને લઈને આગામી ટૂંક જ સમયમાં મોટી જાહેરાત થઈ શકે છે.

શું કહ્યું પરશોત્તમ રુપાલાએ ? 

વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપનો માસ્ટર સ્ટ્રોક સમાન આ યુનિફોર્મ સિવિલ કોડને લઈને કમિટીના ગઠન અંગે તમામ અધિકારી- મુખ્યમંત્રીને જણાવાયું છે.ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પહેલા કમિટીના ગઠન અંગે પણ પરશોત્તમ રુપાલાએ શૂર પુરાવ્યો હતો.પરશોત્તમ રુપાલાએ વધુમાં જણાવ્યું કે  રામ મંદિર, ધારા 370, યુનિફોર્મ સિવિલ કોડ ખૂબ જૂના મુદ્દા છે. જેમાં ઘણા નાગરિકો યુનિફોર્મ સિવિલ કોડને અભાવે અન્યાય સહન કરતા હતા અને દાયકાઓથી યુનિફોર્મ સિવિલ કોડને લઈને લોકોના મનમાં અસંતોષ પણ હતો. આજ સુધી જીએસટીના તમામ  તમામ નિર્ણય સર્વાનુમતે જ થયા હોવાનું પણ રૂપાલાએ ઉમેર્યું હતુ. સરકાર સર્વાનુમતે  નિર્ણય લે છે તે લોકશાહીની તાકાત છે. 

 

શુ છે યૂનિફોર્મ સિવિલ કોડ ?

No comments:

Post a Comment