Pages

Search This Website

Wednesday 18 May 2022

Chhas no masalo banavavani rit




Chhas no masalo banavavani rit





Chhas no masalo banavavani rit | છાસ નો મસાલો બનાવવાની રીત

મિત્રો, આ ધોમ ધગતા ઉનાળામાં કંઈક ઠંડુ પીવાની બધાને ખૂબ જ ઈચ્છા થતી રહેતી હોય છે, ખરું ને?. તો આજે તમને અહીં શીખવા મળશે કે ગરમીની સીઝન માં ઠંડી ઠંડી છાસનો મસાલો બનાવની રીત. ગુજરાતીઓ એટલે ખાવાનું કંઈપણ હોય છાસ તો સાથે જોઈએ જ. તો મિત્રો ચાલો શીખીએ મારે માસ ચલાવી શકાય એવો મજેદાર છાસનો મસાલો બનાવની રીત.



આજે આપણે બનાવીશું ઉનાળુ સ્પેશિયલ છાસ નો મસાલો બનાવવાની પરફેક્ટ રેસિપી જોઈશું.જ્યારે આ છાસ નો મસાલો એડ થશે ત્યારે બધા જ છાસ ના ગ્લાસ પૂરા થઈ જશે. હવે ગરમી ની સીઝન ચાલુ થઈ ગઈ છે. અને શરીર ને ઠંડક આપે તેવી છાસ તેમાં નાખવાનો એકદમ ટેસ્ટી એવો મસાલો બનાવી લઈએ. આ મસાલા ને ફકત છાસ માં નહીં.પરંતુ સમારેલા ફ્રૂટ પર અથવા કોઈ પણ સલાડ પર છાંટી ને ખાય શકાય છે. તો ચાલો પરફેક્ટ રીત અને માપ થી બનાવી લઈએ.
છાસનો મસાલો બનાવવા માટેની સામગ્રી
સામગ્રી:

૨૦૦ ગ્રામ જીરું
૧૦૦ ગ્રામ સિંધાલૂણ
૧૦૦ ગ્રામ સંચળ
અડધો કપ ધાણાજીરું
દોઢ ટેબલસ્પૂન હિંગ
દોઢ ટેબલ સ્પૂન અજમો
એક ટેબલ સ્પૂન મરી


Chhas no masalo banavavani rit |છાસ નો મસાલો બનાવવાની રીત:

સૌપ્રથમ મીડિયમ ફ્લેમ પર જીરુંને શેકી લો. જીરુંનો કલર થોડો ડાર્ક થાય અને સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકવું. જીરું 8-10 મિનિટમાં શેકાઇ જશે. ત્યારબાદ તેને બાઉલમાં લઈ ઠંડુ પડવા દો.

હવે આ જ રીતે અજમાને પણ શેકી લો. શેકતી વખતે સ્ટવની ફેમ સ્લો રાખવી. અજમો ઝડપથી શેકાઇ જાય છે. અજમો થોડો કલર બદલે અને સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકવો.

શેકેલું જીરૂ અને અજમો ઠંડાં થઈ જાય એટલે મિક્સરમાં ક્રશ કરી ચાળી લો. તેમાં મરીનો પાવડર બનાવી મિક્સ કરી દો. હવે તેમાં હિંગ, સંચળ, સિંધાલૂણ પણ ચાળીને મિક્સ કરી લો. છેલ્લે તેમાં ધાણાજીરું મિક્સ કરી બરાબર હલાવી લો. તૈયાર છે સરસ મજાનો સુગંધીદાર છાસનો મસાલો.

જો વધારે બનાવશો તો અને તેને ફ્રીઝ માં રાખશો તો તેની ફ્લેવર્સ ઉડી જશે. એટલે એક મહિનો ચાલે એવો ફ્રેશ જ મસાલો બનાવવાનો. હવે આપણે મિક્સર જારમાં લઈ લઈશું. હવે તેમાં સીંધવ મીઠું નાખીશું. હવે તેને ક્રશ કરી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે મસાલા નો કલર એકદમ સરસ આવ્યો છે.હવે તેને એક બાઉલ માં કાઢી લઈશું

◆આયુર્વેદમાં છાશને સાત્વિક ખોરાક માનવામાં આવે છે. દહીંથી બનેલું આ પીણું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. જ્યારે પણ તમે ભારે અથવા મસાલેદાર ખોરાકને કારણે એસિડિટીનો અનુભવ કરો છો, ત્યારે એક ગ્લાસ છાશ પીવો. છાશ પેટ માટે ખૂબ ફાયદાકારક છે, ખાસ કરીને ઉનાળામાં, આનાથી સારો મિત્ર કોઈ હોઈ શકે નહીં. આ લેખમાં અમારી સાથે શરીર માટે છાશના ફાયદાઓ વિશે જાણો.

◆અભ્યાસો દર્શાવે છે કે છાશ બાયોએક્ટિવ પ્રોટીનથી સમૃદ્ધ છે. આ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત, છાશમાં એન્ટી બેક્ટે@રિયલ અને એન્ટી વાય@રલ ગુણ પણ હોય છે.




◆છાશમાં ઘણું એસિડ હોય છે, જે બેક્ટેરિયા સામે લડવાનું કામ કરે છે અને પાચનતંત્રને સરળ બનાવે છે. છાશમાં ઉમેરવામાં આવેલા તમામ મસાલા પાચન એજન્ટ તરીકે કામ કરે છે.

◆છાશમાં શરીર માટે કામના બેક્ટેરિયા અને કાર્બોહાઇડ્રેટ્સ હોય છે, તેમજ લેક્ટોઝ શરીરમાં તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે, જે તમને તાત્કાલિક ઉર્જા આપે છે.

◆આયુર્વેદમાં છાશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનો ઉપયોગ આરોગ્ય જાળવવા અને રોગો સામે ઉપચાર માટે થાય છે. આરોગ્યની દ્રષ્ટિએ છાશ પીવાના ઘણા ફાયદા છે. તે ખોરાકને પાચનમાં મદદ કરે છે અને પેટને શાંત રાખે છે.

◆તેનો સ્વાદ થોડો ખાટો હોય છે. છાશની આ મિલકત પાચનમાં સુધારો કરવાનું કામ કરે છે. એસીડીટી, પાચન વિકાર, જઠર રોગો, એનિમિયા અને ભૂખ ન લાગવા સામે છાશ એક કુદરતી ઉપાય છે
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment